ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ, સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે, સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી. બેઠક બાદ, જેપી નડ્ડાએ આ વિનિમય અંગે, માહિતી શેર કરી અને કહ્યું કે
જેપી


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે, સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ

વોંગ સાથે મુલાકાત કરી. બેઠક બાદ, જેપી નડ્ડાએ આ વિનિમય અંગે, માહિતી શેર કરી અને કહ્યું કે

તેઓ ભાજપને જાણો પહેલ હેઠળ નવી દિલ્હીમાં સિંગાપોરના વડાપ્રધાન

લોરેન્સ વોંગને મળ્યા હતા.

પાર્ટી-ટુ-પાર્ટી સંબંધોને મજબૂત બનાવવા અને

પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટોને સંસ્થાકીય બનાવવા પર અમારી અર્થપૂર્ણ ચર્ચા થઈ.

તેમણે કહ્યું કે,” આ સમય દરમિયાન તેમણે ભાજપની વિચારધારા, તેના સંગઠનાત્મક

મોડેલ અને ભારતની વિકાસ યાત્રાને વેગ આપવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.”

જેપી નડ્ડાએ કહ્યું કે,” અમે આરોગ્યસંભાળમાં સહયોગ વધારવાની

પણ ચર્ચા કરી અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને

કામ કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande