નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર
(હિ.સ.) ભારતની મુલાકાતે આવેલા જર્મન વિદેશ મંત્રી જોહાન ડેવિડ વેડફુલ બુધવારે,
નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને મળશે. આ
પહેલા, મંગળવારે ભારતની
મુલાકાતે આવેલા વેડફુલ બેંગલુરુ પહોંચ્યા હતા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન
(ઇસરો)ની મુલાકાત લીધી હતી.
આ અંગે, વિદેશ મંત્રાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે,” જર્મન
વિદેશ મંત્રી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને
ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને મળવાના છે. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત
થશે. આ પછી તેઓ જર્મની જવા રવાના થશે.”
વિદેશ મંત્રાલયે કહ્યું કે,” તેમની ભાગીદારી ભારત-જર્મની
વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે, જે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી
રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ