નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય બંદરો, શિપિંગ અને
જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે બુધવારે જણાવ્યું હતું કે,” વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના વિઝનને કારણે, ભારત આજે ગ્લોબલ
કોમ્પિટન્સ સેન્ટર (જીસીસી)
માં ટોચના સ્થાને
પહોંચી ગયું છે. આનાથી દેશ નવીનતા અને પ્રતિભાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.”
શાંતનુ ઠાકુરે એક્સપોસ્ટમાં લખ્યું છે કે, “ભારતમાં 1800 થી વધુ જીસીસી કાર્યરત
છે, જે 2010 માં ફક્ત 700 હતા અને હવે
ઝડપથી વધી રહ્યા છે.”
તેમણે જણાવ્યું કે,” દર બે અઠવાડિયે દેશમાં, ત્રણ નવા જીસીસી
સ્થાપિત થઈ રહ્યા છે અને વિશ્વના લગભગ 50 ટકા જીસીસી હવે ભારતમાં છે. ટોચના પાંચ પસંદગીના જીસીસી સ્થાનોમાં ભારતને
પ્રથમ સ્થાન મળ્યું છે. આ પછી, અમેરિકા, મેક્સિકો, પોલેન્ડ અને ચીન અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા
સ્થાને છે. ભારતની પ્રતિભા,
ટેકનોલોજી અને
વિશ્વાસને વૈશ્વિક નવીનતાનું એન્જિન બનાવવા માટે આ વિકાસ મહત્વપૂર્ણ માનવામાં આવી
રહ્યો છે.”
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,” જીસીસી નોકરીઓ અને
આર્થિક વિકાસને વેગ આપી રહ્યા છે, તેમજ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને વેગ આપી
રહ્યા છે. જીસીસીએ બહુરાષ્ટ્રીય
કોર્પોરેશનની ઓફશોર શાખા છે. જે વિવિધ વ્યવસાયિક કાર્યોમાં સહાય પૂરી પાડે છે. આ આઈટી, ફાઇનાન્સ, કામગીરી, આર&ડી, એચઆર, એનાલિટિક્સ વગેરે
હોઈ શકે છે. જીસીસી હવે ફક્ત ખર્ચ કેન્દ્રો નથી રહ્યા,તેઓ નવીનતા, પરિવર્તન, મૂલ્ય અને
વ્યૂહાત્મક વિકાસના કેન્દ્રો પણ બની ગયા છે.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ