નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.) બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા એક વર્કશોપનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શહેરી ધોરીમાર્ગો પર ભીડ ઘટાડવા
અને માળખાગત સુવિધાઓ સુધારવા માટે નવી નીતિઓ પર ચર્ચા કરી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ વર્કશોપમાં
રિંગ રોડ અને બાયપાસના નિર્માણ દ્વારા ભીડ ઘટાડવા, નવા ફાઇનાન્સિંગ મોડેલો અપનાવવા અને શહેરના
માસ્ટર પ્લાન સાથે હાઇવેનું વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં
આવી હતી.”
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર,”આનાથી રિંગ રોડની
આસપાસ વિકાસ થશે, ટ્રાફિક સમસ્યાઓ
ઓછી થશે અને ટકાઉ કનેક્ટિવિટીને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે નીતિન ગડકરીએ
ઉપરોક્ત વિષયોને ટૂંક સમયમાં અમલમાં મૂકવાની ખાતરી આપી હતી.”
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી અજય ટમટા, હર્ષ મલ્હોત્રા, રાજ્ય સરકારના
અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર પણ આ વર્કશોપમાં હાજર રહ્યા હતા. બધાએ રિંગ રોડ
અને બાયપાસના નિર્માણ દ્વારા, ભીડ ઘટાડવા પર ભાર મૂક્યો, જેથી શહેરની અંદર
ટ્રાફિક જામની સમસ્યા દૂર થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ