જમ્મુ, નવી દિલ્હી,03 સપ્ટેમ્બર
(હિ.સ.) ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા, બુધવારે નવમા
દિવસે પણ સ્થગિત રહી, કારણ કે બેઝ કેમ્પ કટરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 મીમીથી વધુ
વરસાદ નોંધાયો હતો, જે જમ્મુ
ક્ષેત્રમાં સૌથી વધુ છે.
હકીકતમાં, 26 ઓગસ્ટના રોજ, અર્ધકુંવારી નજીક વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનમાં 34 યાત્રાળુઓ
માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા
હતા. આ પછી, માતા વૈષ્ણો
દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.ત્યારથી યાત્રા
સ્થગિત કરવામાં આવી છે, પરંતુ મંદિર
ખુલ્લું છે અને તેના પુજારીઓ દૈનિક પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે.
યાત્રા રદ થવાને કારણે, કટરા પહોંચેલા
કેટલાક યાત્રાળુઓ દર્શની ડયોધી (મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર) ખાતે પૂજા કરી રહ્યા
છે. દર્શની ડયોધી મંદિરના પ્રથમ દર્શનનું પ્રતિનિધિત્વ કરે છે.
સતત વરસાદને કારણે, શહેરમાંથી પસાર થતી નદીઓ અને નાળાઓ, ખાસ કરીને
બાણગંગા નદીના પાણીનું સ્તર વધી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” પરિસ્થિતિ
સુધર્યા પછી યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે અને ટેકરી પરના મંદિર તરફ
જતો 12 કિમીનો ડબલ
રસ્તો સાફ થયા પછી જ શ્રદ્ધાળુઓને, જવા દેવામાં આવશે. “
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ