છત્તીસગઢના સુકમામાં 33 લાખ રૂપિયાનું, ઈનામ ધરાવતા 20 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
સુકમા,નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) છત્તીસગઢના સુકમામાં 20 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આમાં 9 મહિલા અને 11 પુરુષ નક્સલીઓનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારાઓમાં પીએલજીએબટાલિયન (માઓવાદી સંગઠન) ની એક સક્રિય કટ્ટર મહિલા ન
સુકમા


સુકમા,નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર

(હિ.સ.) છત્તીસગઢના સુકમામાં 20 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આમાં 9 મહિલા અને 11 પુરુષ નક્સલીઓનો

સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારાઓમાં પીએલજીએબટાલિયન (માઓવાદી

સંગઠન) ની એક સક્રિય કટ્ટર મહિલા નક્સલીનો સમાવેશ થાય છે. આ બધા પર કુલ 33 લાખ રૂપિયાનું

ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં, બે નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયા, એક નક્સલી પર 5 લાખ રૂપિયા, ચાર નક્સલીઓ પર 2-2 લાખ રૂપિયા અને

અન્ય 4 નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયાનું

ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

સુકમા પોલીસ અધિક્ષક કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી

અનુસાર, “છત્તીસગઢ સરકારની

છત્તીસગઢ નક્સલી શરણાગતિ પુનર્વસન નીતિ અને નિયદ નેલ્લા

નાર યોજનાથી પ્રભાવિત થઈને અને અત્યંત સંવેદનશીલ આંતરિક વિસ્તારોમાં, સતત

શિબિરો સ્થાપવાને કારણે પોલીસ અને નક્સલી હિંસાના વધતા પ્રભાવથી કંટાળીને આ

નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે.”

પોલીસ અધિક્ષક કાર્યાલય સુકમા ખાતે, એસપી કિરણ ચવ્હાણ, ડીઆઈજી ઓફિસ

સુકમા સેકન્ડ કમાન્ડ ઓફિસર સુરેશ સિંહ પાયલ, એએસપી અભિષેક વર્મા, એએસપી નક્સલ ઓપ્સ મનીષ રાત્રે, એસડીઓપી પરમેશ્વર

તિલકવારની સામે નક્સલીઓએ હથિયારો વિના આત્મસમર્પણ કર્યું.

જિલ્લા દળ, ડીઆરજી સુકમા, પૂછપરછ સેલ, ગુપ્તચર શાખા, રેન્જ ફિલ્ડ ટીમ (આરએફટી) કોન્ટા, સીઆરપીએફ 111, 217, 218, 226 બટાલિયન અને

કોબ્રા 203 બટાલિયનના

માહિતી શાખાના કર્મચારીઓએ, નક્સલીઓને આત્મસમર્પણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં

ખાસ ભૂમિકા ભજવી છે.

સરકારની નવી પુનર્વસન નીતિ છત્તીસગઢ નક્સલી શરણાગતિ

પુનર્વસન નીતિ -2025

હેઠળ તમામ

શરણાગતિ પામેલા નક્સલીઓને, 50-50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અને અન્ય સુવિધાઓ આપવામાં

આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મોહન ઠાકુર / કેશવ કેદારનાથ શર્મા /

વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande