સોહના (હરિયાણા), નવી દિલ્હી, ૦4 સપ્ટેમ્બર
(હિ.સ.) કેન્દ્રીય માહિતી ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં થયેલા ફેરફારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
દ્વારા, તહેવાર પહેલા મધ્યમ વર્ગના પરિવારોને આપવામાં આવેલી ભેટ ગણાવતા કહ્યું
કે,” આનાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.”
રાષ્ટ્રીય રાજધાનીને અડીને આવેલા હરિયાણાના સોહનામાં
ગુરુવારે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે વૈષ્ણવે આ
ટિપ્પણી કરી હતી અને બુધવારે જીએસટીમાં મહત્વપૂર્ણ ફેરફારોનું સ્વાગત કરતી વખતે
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત
કર્યો હતો.
વૈષ્ણવે કહ્યું કે,” પ્રધાનમંત્રીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ
નિર્ણય લીધો છે, જે આપણા મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે.
પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું કે, દિવાળી પહેલા, બધા મધ્યમ વર્ગના
પરિવારોને એક મોટી ભેટ મળશે.ખૂબ મોટી ભેટ અને
ગઈકાલે નાણામંત્રીએ જીએસટીમાં એક મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે, જે
નવરાત્રિના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે.”
તેમણે કહ્યું કે,” આપણા મધ્યમ વર્ગના પરિવારોના જીવનમાં
વપરાતી લગભગ દરેક વસ્તુ, પછી ભલે તે ખોરાક, કપડાં, બાળકોના શિક્ષણ, ઘરમાં ટીવી, ઘરમાં સ્કૂટર, ઘરમાં વોશિંગ
મશીન હોય, આ બધી વસ્તુઓ પર જીએસટીદરમાં ઘણી હદ
સુધી ઘટાડો કરવામાં આવ્યો છે.જેના કારણે આપણા
સામાન્ય લોકોના જીવનમાં, આપણા મધ્યમ
વર્ગના પરિવારોના જીવનમાં,
આપણા ગરીબ
પરિવારોના જીવનમાં ખુશીની લહેર છે.”
તેમણે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે,”
આ નિર્ણય ખૂબ જ આયોજનબદ્ધ રીતે અને દરેક વસ્તુ પર લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને
કારણે બધા પરિવારોમાં ખુશીનું વાતાવરણ છે. આવનારા સમયમાં, તમે જોશો કે
નવરાત્રિના પહેલા દિવસથી,
જ્યારે જીએસટીના
નવા દરો લાગુ થશે, ત્યારે આપણા
દેશના કરોડો દેશવાસીઓના જીવનમાં ખુશીની લહેર આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ