નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સંબંધિત
મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસમાં જોડાવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ભૂતપૂર્વ
ક્રિકેટર શિખર ધવનને સમન્સ જારી કર્યા છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે, જ્યારે
થોડા દિવસો પહેલા ઇડીએ, ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે,” ધવનને ગુરુવારે આ ગેરકાયદેસર
સટ્ટાબાજી કેસમાં પૂછપરછ માટે એજન્સીના દિલ્હી મુખ્યાલયમાં હાજર રહેવાનું કહેવામાં
આવ્યું છે. આ કેસ 1-એક્સ-બીઈટી નામની એપ
સાથે સંબંધિત છે.”
તેમણે જણાવ્યું હતું કે,” ધવન સવારે 11 વાગ્યે એજન્સીની
ઓફિસમાં પહોંચ્યો છે. ટૂંક સમયમાં તેની પૂછપરછ કરવામાં આવશે. ઇડી ગેરકાયદેસર
સટ્ટાબાજી એપ્લિકેશનો સંબંધિત આવા ઘણા કેસોની તપાસ કરી રહી છે. જેના પર
રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી અથવા મોટી કરચોરીનો આરોપ છે.”
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં વાસ્તવિક પૈસા
આધારિત ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ