નાગપુર, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર
(હિ.સ.) નાગપુર જિલ્લાના બાજારગાંવમાં સ્થિત સોલાર ગ્રુપની સંરક્ષણ ક્ષેત્ર સાથે
જોડાયેલી, શસ્ત્ર ઉત્પાદન કંપની ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ (ઇઇએલ) માં બુધવારે
રાત્રે 12:34 વાગ્યે એક મોટો
વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં સુપરવાઇઝર મયુર ગણવીર (ઉંમર 25)નું મૃત્યુ થયું, જ્યારે 16 કામદારો ઘાયલ
થયા. તેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ વિસ્ફોટ કંપનીના પીપી-15 પ્લાન્ટમાં થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ પહેલા
આગની ઘટના બની હતી, જેના કારણે
કેટલાક મજુરોને બહાર આવવાની તક મળી. અન્યથા જાનહાનિ વધુ થઈ શકી હોત.
વિસ્ફોટની અસર એટલી તીવ્ર હતી કે, તેનો પડઘો શિવ, સાવંગા અને બાજારગાંવ
સહિત નજીકના 10 ગામોમાં
અનુભવાયો. જોરદાર અવાજ સાંભળીને, નાગરિકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી ગયા.
ઘાયલોમાં કૈલાશ વર્મા, મનીષ વર્મા, સની કુમાર, અરુણ કુમાર, અતુલ મડાવી, સૌરભ ડોંગરે, તેજસ બાંધતે, સૂરજ ગુટકે, અખિલ બાવને, ધરમપાલ મનોહરનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 14 લોકોને નાગપુરની
દંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 લોકોને ધંતોલીની રાઠી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટને કારણે કંપનીના લાખો રૂપિયાના મશીનો અને સામગ્રી સંપૂર્ણપણે બળીને રાખ થઈ
ગઈ હતી. ઘટના સમયે રાત્રે 11 વાગ્યા પછી
શિફ્ટ ચાલુ હતી અને મજુરો, લેબોરેટરી અને વિવિધ યુનિટમાં કામ કરી રહ્યા હતા.
ઘટના પછી તરત જ, ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ત્યાં પહોંચ્યા અને
પરિસ્થિતિનો તાગ મેળવ્યો. 6 ઘાયલોને,
તાત્કાલિક તેમના વસંતરાવ દેશમુખ ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સમાં નાગપુર મોકલવામાં
આવ્યા હતા.
હાલમાં, સુરક્ષા કારણોસર કંપની પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો છે.
સોલાર ગ્રુપ કંપની ભારતના સંરક્ષણ ક્ષેત્ર, તેમજ 30 થી વધુ દેશોમાં
વિસ્ફોટકો અને શસ્ત્રો સપ્લાય કરે છે. જોકે, આ ફેક્ટરીમાં દર વર્ષે અકસ્માતો નોંધાય છે અને મજુરોની
સલામતી અંગે, કંપનીની બેદરકારીના આરોપો સતત સામે આવી રહ્યા છે. તાજેતરના અકસ્માત
પછી, કંપનીની કાર્ય
પ્રણાલી અને સલામતી વ્યવસ્થા પર ફરીથી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ