પશ્ચિમ બંગાળમાં ``ધ બંગાળ ફાઇલ્સ'' રિલીઝ નહીં થાય, નિર્માતાએ રાષ્ટ્રપતિને અપીલ કરી
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીની વિવાદાસ્પદ ફિલ્મ ``ધ બંગાળ ફાઇલ્સ'''' આવતીકાલે એટલે કે, 5 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, પરંતુ આ ફિલ્મને બંગાળમાં રિલીઝ થવા દેવામાં આવ
પત્ર


નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીની

વિવાદાસ્પદ ફિલ્મ ``ધ બંગાળ ફાઇલ્સ'' આવતીકાલે એટલે કે,

5 સપ્ટેમ્બરે

વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, પરંતુ આ ફિલ્મને બંગાળમાં રિલીઝ થવા દેવામાં આવી રહી નથી. આ

સંદર્ભમાં, વિવેક

અગ્નિહોત્રીએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને મદદની અપીલ કરી છે.

આ ફિલ્મના નિર્માતા પલ્લવી જોશીએ તેમના પત્રમાં લખ્યું છે

કે, ``ધ બંગાળ ફાઇલ્સ''ના નિર્માતા

તરીકે, મને ખૂબ જ દુઃખ

છે કે, બંગાળની મલ્ટિપ્લેક્સ ચેઇન રાજકીય દબાણ અને શાસક પક્ષના ધમકીઓને કારણે,

ફિલ્મ રિલીઝ કરવાનો ઇનકાર કરી રહી છે.” તેમણે વિનંતી કરી કે,” તેમના બંધારણીય

અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને બંગાળમાં આ ફિલ્મની રિલીઝ સુનિશ્ચિત કરવામાં

આવે.”

આ પરિસ્થિતિ પર, ભાજપના આઇટી સેલના વડા, અમિત માલવિયાએ ગુરુવારે પત્ર શેર

કર્યો અને કહ્યું કે,” આ પહેલીવાર નથી જ્યારે આવી સેન્સરશીપ ખુલ્લેઆમ થઈ હોય.

કોર્ટે પરવાનગી આપી હોવા છતાં, ધ કેરળ સ્ટોરીને થિયેટર રિલીઝ થવાથી પણ રોકી દેવામાં આવી

હતી - પરંતુ મમતા બેનર્જી વહીવટીતંત્ર તરફથી હિંસાની ધમકીઓને કારણે, ફિલ્મ રિલીઝ

થઈ શકી ન હતી. તાજેતરમાં,

કટ્ટરપંથી

ઇસ્લામિક જૂથોના દબાણને કારણે, જાવેદ અખ્તરનો એક કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો

હતો.”

તેમણે કહ્યું કે,” મમતા બેનર્જીની તુષ્ટિકરણની રાજનીતિ હવે

હાસ્યાસ્પદ સ્તરે પહોંચી ગઈ છે. તે વાઘ પર સવારી કરવા જેવું છે - ન તો તે તેનાથી

ઉતરી શકે છે અને ન તો તેને નિયંત્રિત કરી શકે છે, વગર બીકે કે, તે તેમને ગળી જશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande