ઇમ્ફાલ, નવી દિલ્હી,03 સપ્ટેમ્બર
(હિ.સ.) મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં સતત કાર્યવાહી હાથ ધરીને ઘણા પ્રતિબંધિત સંગઠનોના
સક્રિય કેડરોની, ધરપકડ કરી અને લગભગ 184.13 કિલો ગાંજો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી. ધરપકડ
કરાયેલા સંગઠનોમાં, કેસીપી (શહેર મેઇતેઈ) અને
કેસીપી (પીડબ્લ્યુજી) ના બે-બે, પીએલએના એક કેડર
અને બીજા એકની ધરપકડ કરવામાં આવી છે.
સૌ પ્રથમ, કેસીપી (શહેર મેઇતેઈ) ના બે કેડરની ધરપકડ કરવામાં આવી હતી. આમાં
ઇમ્ફાલ પશ્ચિમના લૈરેનકાબી મમંગ લાઇકાઇના રહેવાસી લૈશ્રમ સુરંજય મેઇતેઈ ઉર્ફે થોઇ
(28), ઇમ્ફાલ પશ્ચિમના
લૈરેનકાબી મમંગ લાઇકાઇના રહેવાસીનો સમાવેશ થાય છે, જેની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. બીજા
કેડર, ફિઝામ અથેલુ
મેઇતેઈ (26), સેક્તા માયાઈ
લાઇકાઇના રહેવાસી, લામલે, ઇમ્ફાલ પૂર્વના
ખબામ ચુમ્બ્રેઇથોંગથી ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસેથી બે મોબાઇલ ફોન જપ્ત
કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના એક સક્રિય કેડરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તેની ઓળખ કાંગુજામ નોંગમૈખોમ્બા મેઇતેઈ (50), ઇમ્ફાલ પૂર્વના બાસીખોંગનો રહેવાસી તરીકે થઈ છે. તે
બિષ્ણુપુર જિલ્લામાં સામાન્ય લોકો, વેપારીઓ, શાળાઓ અને કોલેજો પાસેથી, ખંડણી વસૂલવામાં સામેલ હતો. તેની
પાસેથી બે સિમ કાર્ડ સાથેનો એક મોબાઇલ ફોન અને જાંબલી રંગની સ્કૂટી (એમએન 01સી 3338) જપ્ત કરવામાં આવી
છે.
આ ઉપરાંત, સુરક્ષા દળો દ્વારા કેસીપી (પીડબ્લ્યુજી) ના બે વધુ સક્રિય કેડરની પણ ધરપકડ કરવામાં આવી
હતી. બંને ઇમ્ફાલ પશ્ચિમના લમશાંગ પોલીસ સ્ટેશનના લૈરેનકાબી ગામમાં રહે છે. ધરપકડ
કરાયેલા કેડરની ઓળખ યુમનામ સુરચંદ્ર સિંહ (35) ઉર્ફે સુર અને હાઓરોંગબમ ટોમ્બા મેઇતેઈ (29) તરીકે થઈ છે.
અન્ય એક કાર્યવાહીમાં, બિષ્ણુપુર જિલ્લાના નામ્બોલ લૌરેમ્બમ મૈનીગ લાઇકાઇના
રહેવાસી ખોમદ્રમ દેબેન મેતેઈ (43) ને ઇમ્ફાલ પશ્ચિમના થાણા પટસાઈના ન્યૂ કૈથેલમ્બી પોલીસ
પોઈન્ટથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી લગભગ 184.13 કિલો ગાંજો, પરિવહન માટે વપરાતો ટાટા ટ્રક અને મોબાઇલ ફોન
અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ કામગીરી અંગે, સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે,” આ કામગીરી રાજ્યભરમાં
બળવાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે, હાથ ધરવામાં આવી રહેલા સઘન પ્રયાસોનો એક
ભાગ છે.”
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ