ઘેડ પંથકમાં વિકાસના કામોને લઈને વિવાદ
પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં દર વર્ષે ભાદર, ઓઝત મીણસાર સહિતની નદીઓના પાણીનો ભરાવો થાય છે. જેના લીધે ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. બરડા અને ઘેડ પંથકમા ભરાતા નદીઓના પાણીની સમસ્યાના નિવારણ માટે અગાઉ પોરબંદરના સાંસદ મન
ઘેડ પંથકમાં વિકાસના કામો ને લઈ ને વિવાદ.


પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં દર વર્ષે ભાદર, ઓઝત મીણસાર સહિતની નદીઓના પાણીનો ભરાવો થાય છે. જેના લીધે ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. બરડા અને ઘેડ પંથકમા ભરાતા નદીઓના પાણીની સમસ્યાના નિવારણ માટે અગાઉ પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા, મંત્રી કુંવરજી બાવળીયા, તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યસરકારનો 1500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

આ કામોના પ્રથમ તબક્કાની શરૂઆત મે-જૂન મહિનામાં કરવામાં આવી છે. આ કામગીરી લોટ,પાણી અને લાકડા જેવી મતલબકે, ભ્રષ્ટચાર થયો હોવાનો ખુલ્લો આક્ષેપ ગુજરાત કિશાન સંઘના નેતા પાલ આંબલીયાએ કરતા અને ઘેડના પ્રવાસ કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. પાલ આંબલીયાએ પ્રથમ તબક્કાના કામમાં જ ભ્રષ્ટચારના આરોપ લગાવતા મંત્રી કુંવરજી બાવળીયા તથા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અચાનક ગઈ કાલે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, ઘેડ અને બરડામાં નદીઓના પાણીની સમસ્યા માટે સરકાર દ્વારા 1850 કરોડનો પ્રોજેક્ટ છે પ્રથમ તબક્કાનો 139 કરોડના કામોનું આયોજન છે. અને માત્ર 36 કરોડના ટેન્ડરો થયા છે. અને તેમાંથી 13 કરોડની કામગીરીની ચુકવણી થઈ છે. હજુ તો હાલ કામગીરી પ્રથમ તબક્કાની છે ત્યારે કેટલાકે લોકો ગીર-સોમનાથથી તો કેટલાક જામનગરથી તો કેટલાક ગાંધીનગરથી બેસી નિવેદનો આપે છે. ઘેડ વિસ્તારનો 'ઘ' ખબર નથી તેવા લોકો ભ્રષ્ટચારનો આરોપ લગાવી લોકોને ગેર માર્ગે દોરી રહ્યા છે તેવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું ત્યારે મોઢવાડિયાના આ નિવેદનનો વળતો જવાબ આપવા આજે કિશાન નેતા પાલ આંબલીયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી અને જવાબ આપ્યો હતો કે, મારા શિક્ષક એટલે કે અર્જુનભાઈ તમે છો. તમે મને ઘેડનો 'ઘ' શીખવાડ્યો હતો. અને તમે જ કહો છો કે ઘેડનો 'ઘ' આવડતો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande