નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પના સકારાત્મક વલણની પ્રશંસા કરી છે. તેમણે આજે એક્સ-પોસ્ટ પર કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને બંને દેશો વચ્ચેના સંબંધોનું સકારાત્મક મૂલ્યાંકન પ્રશંસનીય છે.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની હૃદયપૂર્વક પ્રશંસા કરે છે અને તેનું સંપૂર્ણ સમર્થન કરે છે. ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.
અગાઉ પ્રસારિત થયેલા એક સમાચાર અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને ખૂબ જ ખાસ સંબંધ ગણાવ્યો હતો. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના મિત્ર રહેશે. તેમણે ખાતરી આપી હતી કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશે કોઈને ચિંતા કરવાની જરૂર નથી.
જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેમને આ સમયે વડા પ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાં પસંદ નથી. આ છતાં, બંને દેશો વચ્ચેના સંબંધોમાં કોઈ તિરાડ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ હંમેશા ભારત સાથે સંબંધોને ફરીથી મજબૂત કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે, મોદી એક મહાન વડા પ્રધાન છે. મને તે અત્યારે જે કરી રહ્યા છે તે નથી, પણ ભારત-અમેરિકા સંબંધ ખૂબ જ ખાસ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ