પ્રધાનમંત્રી મોદીએ, જમૈકા લેબર પાર્ટીના નેતા ડૉ. હોલનેસને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જમૈકા લેબર પાર્ટીના નેતા ડૉ. એન્ડ્રુ હોલનેસને અભિનંદન પાઠવ્યા. જમૈકાની સંસદીય ચૂંટણીમાં સતત ત્રીજી વખત જમૈકા લેબર પાર્ટીના વિજય પર પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે અભિનંદન આપતા પ્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જમૈકા લેબર પાર્ટીના નેતા ડૉ. એન્ડ્રુ હોલનેસને અભિનંદન પાઠવ્યા. જમૈકાની સંસદીય ચૂંટણીમાં સતત ત્રીજી વખત જમૈકા લેબર પાર્ટીના વિજય પર પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે અભિનંદન આપતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, હું ભારત-જમૈકા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને બંને દેશો વચ્ચે સહયોગ મજબૂત બનાવવાની આશા રાખું છું.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વહેલી સવારે કડક સ્પર્ધા બાદ જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસે ત્રીજી વખત ચૂંટણી જીતી હતી. હોલનેસની જમૈકા લેબર પાર્ટીએ 34 બેઠકો જીતી હતી અને માર્ક ગોલ્ડિંગની વિપક્ષી પીપલ્સ નેશનલ પાર્ટીએ 29 બેઠકો જીતી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande