રાણાવાવ પોલીસ દ્વારા યોજાયો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર પોલીસ જનતાની સેવા માટે સતત કાર્યરત છે ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકર્મ અંતર્ગત ખોવાઈ ગયેલ મોબાઇલ નંગ- 05 કુલ કિ.રૂ.94,499 નો મુદામાલ શોધી કાઢી મુળ માલીકને પરત સોંપવ
રાણાવાવ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.


રાણાવાવ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર પોલીસ જનતાની સેવા માટે સતત કાર્યરત છે ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકર્મ અંતર્ગત ખોવાઈ ગયેલ મોબાઇલ નંગ- 05 કુલ કિ.રૂ.94,499 નો મુદામાલ શોધી કાઢી મુળ માલીકને પરત સોંપવામાં આવ્યા હતા.

પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા, પોરબંદર જિલ્લામાં ચોરી/ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને રાણાવાવ વિભાગના ડી.વાય.એસ.પી.ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન એન તળાવિયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના અધિકારીઓને ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પી.એસ.આઈ. આર.વી.મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા કિશોર નાગાભાઈ ઓડેદરાનો મોબાઇલ વીવો વાઇ ટી કિ.રૂ. 17,500, વિકાસ પ્રવિણભાઈ ધુલેસીયાનો મોબાઈલ માઈકોમેક્ષ કિ.રૂ.7,999, ૨વિભાઈ ચૌહાણનો મોબાઈલ વીવો કિ.રૂ.12,000, અરવીંદ માઘવજીભાઈ ભરડવાનો મોબાઈલ રીયલમી કિ.રૂ.12,000તેમજ સંજય જગદીશ મોઢવાડીયાનો મોબાઈલ વન પ્લસ કિ.રૂ.45,000એમ કુલ કિ.રૂ.94,499/-ની કિંમતના પાંચ મોબાઇલ CEIR પોર્ટલ ની મદદથી શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશન પો.ઈન્સ. એન.એન.તળાવિયા, પો.સબ.ઈન્સ આર.વી.મોરી, બી.જે.દાસા, સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૂણાલસિંહ પ્રવિણસિંહ તથા ભરત કાનાભાઈ રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande