નોઈડા, નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિ.સ.). અનંત ચતુર્દશી પર મુંબઈમાં અનેક સ્થળોએ 400 કિલો આરડીએક્સ નો ઉપયોગ કરીને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપનાર, અશ્વિની નામના વ્યક્તિની શનિવારે ઉત્તર પ્રદેશ અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નોઈડાથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ તેની સાથે મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી.
04 સપ્ટેમ્બરના રોજ, મુંબઈ પોલીસના વોટ્સએપ નંબર પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાને જેહાદી સંગઠનનો સભ્ય ગણાવ્યો હતો. આજે, પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે આરોપીની ધરપકડ કરનાર પોલીસ ટીમને 25,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે.
પોલીસ કમિશનરના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ આરોપી અશ્વિની કુમાર સુપ્રા મૂળ બિહારનો છે. તે છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. અશ્વિની પોતાને જ્યોતિષી કહેતો હતો, પરંતુ તેના કૃત્યથી તેના દાવા પર સવાલો ઉભા થયા છે. અશ્વિનીએ ધમકીમાં કહ્યું હતું કે, ઘણા વાહનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આમાં 400 કિલો અઆરડીએક્સ નો ઉપયોગ કરવામાં આવશે. તેણે દાવો કર્યો હતો કે, તે પાકિસ્તાનના જેહાદી સંગઠન 'લશ્કર-એ-જેહાદી'નો સભ્ય છે અને 14 આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે. તેણે એમ પણ કહ્યું કે, 34 વાહનોમાં 34 'માનવ બોમ્બ' ગોઠવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુરેશ ચૌધરી / મહેશ પટારિયા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ