પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાથી મહાનગર બન્યા બાદ પ્રજા પર વેરા વધારો ઝીકી દેવામા આવતા ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેમા ખાસ કરીને ગટર અને ખાસ સફાઈ વેરો લાદી દેવામા અવાતા શહેરીજનોમા ભારે રાજગી જોવા મળી રહી છે. શહેરના સુતારવાડા વિસ્તારમા વેપારીઓ પાસેથી રેગ્યુલર વેરાની સાથે ગટર વેરો વસુલવામા આવતા વેપારીઓએ નારાજગી વ્યકત કર હતી દુકાનામા ટોઇલેટ કે બાથરૂમ નહિં હોવા છતા તેમની પાસેથી કયા કારણોસર વેરો વસુલવામા આવે છે.
આ મુદે આજે સુતારવાડા વેપારીઓએ પોરબંદર જીલ્લાના પ્રભારી અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવાળીયાને રૂબરૂ રજુઆત કરી ગટર વેરો માફ કરવાની અને અન્ય વેરામાં ઘટડો કરવાની માગ કરી છે. વેપારીઓએ એવુ જણાવ્યુ હતુ કે મનપાને રજુઆત કરવા જઈએ તો વાંધા અરજી આપવા જણાવામા આવે છે અને હાલ વૈરો ભરી દેવા જણાવામા આવે છે. ગટર વેરા વેપારીઓ પાસેથી સામે લેવામા આવે છે તેને લઈ રજુઆત કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya