પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામા અલગ-અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો છે છાયા એસસીસી રોડ પરથી પસાર થતા અમિતગીરી સતીષગીરી રામદત્તી નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો, જયારે રાણવાવન સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મોટરસાયકલ પર વિદેશી દારૂ લઈને જતા દિલીપ રમેશભાઈ મકાવાણા નામના શખ્સને વિદેશી દારૂની બોટલ નંગ-02 કિંમત રૂ.200 સાથે પોલીસે ઝડપી લીધો હતો.
આ દારૂનો જથ્થો તેમણે એવી કબુલાત આપી હતી તેમણે આ દારૂ રાણાવાવ ખાતે રહેતા બિંદુબેન કેશુભાઈ કારાવદરા પાસેથી લીધો હોવાનુ જણાવતા પોલીસે આ મહિલા સામે પણ ફરીયાદ નોંધી છે. અન્ય એક બનાવામા રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમા આવેલા એક રહેણાંક મકાનમા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-06 કિંમત રૂ.600નો મુદામાલ મળી આવ્યો હતો જોકે દરોડા દરમ્યાન આરોપી મહિલા ભાનુબેન કેશુભાઈ કારાવદરા તેમજ હિતેશ કેશુભાઈ કારાવદરા હાજર મળી આવ્યા ન હતા તેમની સામે રાણાવાવ પોલીસે ગુન્હો નોંધયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya