અમરેલી ,7 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી સીટી પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી. અરજદારની ગુમ થયેલી મોટરસાયકલ હ્યુમન સોર્સના આધારે શોધી કાઢવામાં આવી હતી.
પોલીસ ટીમે તકેદારીપૂર્વક તપાસ શરૂ કરી અને મશીનરી સાથે સ્થાનિક સ્તરે મળેલી માહિતીનો ઉપયોગ કરીને મોટરસાયકલ શોધી કાઢી.
મોટરસાયકલ મળતા પોલીસ મથક ખાતે અરજદારને બોલાવી તેને સોપાનુ કરવામાં આવ્યું. પોતાની કિંમતી સંપત્તિ પરત મળતા અરજદાર ખુશખુશાલ થયા અને સીટી પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ગુમ થયેલી કે ચોરાયેલી સંપત્તિ તેમને સુરક્ષિત રીતે પરત આપવાનો છે. આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે તેમજ કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો સહકાર પણ વધે છે.
આ કામગીરીમાં સીટી પોલીસ સ્ટાફની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વધુ ગુમ થયેલી ચીજવસ્તુઓ શોધી લોકોને પરત આપવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આમ, અમરેલી સીટી પોલીસે ફરી એકવાર જનસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai