પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 9 જગ્યાઓ 11 મહિનાના કરાર આધારે ભરવા માટે 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
પાટણ શહેરની મદદનીશ ખેતીવાડી કચેરી ખાતે ઉમેદવારોના દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગયા બાદ હવે તમામ અરજીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટના આધારે ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ