દહેરાદુન, નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર (હિ.સ.). શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સહિત બીકેટીસી ના તમામ ગૌણ મંદિરોના દરવાજા ગ્રહણ કાળ સૂતક કાળ શરૂ થાય તે પહેલાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ મંદિર સહિત તમામ નાના અને મોટા ગૌણ મંદિરો ચંદ્રગ્રહણ સૂતક કાળના 9 કલાક પહેલા એટલે કે 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ બપોરે 12:58 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી, 8 સપ્ટેમ્બર સવારે શુદ્ધિકરણ પછી બધા મંદિરો સમયસર દર્શન માટે ખુલશે. શ્રી બદ્રીનાથ - કેદારનાથ મંદિર સમિતિના મીડિયા ઇન્ચાર્જ ડૉ. હરીશ ગૌડ એ આ માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ