નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ રવિવારે વિપક્ષ પર
ઘૂસણખોરોને ટેકો આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે,” ભાજપના નેતાઓને ધમકી
આપવામાં આવી રહી છે, જે લોકશાહી અને
સમાજ બંને માટે ગંભીર ખતરો છે. તેમણે આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.”
ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટી
પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે.” કોંગ્રેસ અને ગાંધી પરિવાર સહિત સમગ્ર વિપક્ષ
બિહારમાં શરૂ થયેલા મતદાર યાદી અપડેટ કરવાના ખાસ અભિયાનથી હતાશા અને નિરાશામાં છે.
એટલા માટે વિપક્ષ 'ઘૂસણખોર બચાવો
આંદોલન' ચલાવી રહ્યું છે
અને રાહુલ ગાંધીની યાત્રા 'ઘૂસણખોર બચાવો
યાત્રા'માં ફેરવાઈ ગઈ
છે.”
પાત્રાએ કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે
સ્પષ્ટપણે કહ્યું હતું કે. દેશને કોઈપણ કિંમતે ઘૂસણખોરોથી બચાવવો પડશે. તેમ છતાં, વિપક્ષી પક્ષો
તેની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.” તેમણે ઝારખંડના મંત્રી ઇરફાન અંસારીના
નિવેદનનો, ઉલ્લેખ કર્યો કે જે કોઈ ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવશે તે ઝારખંડમાં ભાજપની
કબર ખોદશે. પાત્રાએ તેને અત્યંત અસ્વીકાર્ય ગણાવ્યું.
તેમણે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લા તૃણમૂલ કોંગ્રેસના
પ્રમુખ અબ્દુલ રહીમ બક્ષી દ્વારા આપવામાં આવેલી ધમકી પર પણ ચિંતા વ્યક્ત કરી, જેમણે કથિત રીતે
કહ્યું હતું કે,” જો ભાજપના ધારાસભ્યો ઘુસણખોરો વિરુદ્ધ બોલશે તો તેમના પર એસિડ
ફેંકવામાં આવશે.” પાત્રાએ કહ્યું કે,” એસિડ ફેંકવાની ધમકી એક ગંભીર ગુનો છે અને
તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.” તેમણે અપીલ કરી કે,” કોલકાતા હાઈકોર્ટે આ
મામલાની સ્વતઃ નોંધ લેવી જોઈએ અને આવા વ્યક્તિને જેલમાં મોકલવો જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ