કેન્દ્રીય પ્રધાને ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથની આસપાસ સાંસદો સાથે સાઈકલ ચલાવી
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.): યુવા કાર્યક્રમ અને કેન્દ્રીય ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે ભારત નિર્મિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘ગર્વથી સ્વદેશી’ વિષય પર આયોજિત ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાઈકલ’ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથની આસપાસ સાંસદો સાથે સાઈકલ ચલાવી.
ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાઈકલના 39મા સંસ્કરણનું આયોજન ભારતીય રેલ્વેના સહયોગથી દેશભરના 8000 સ્થળોએ કરવામાં આવ્યું. નવી દિલ્હીમાં ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકે સવારે 7 વાગ્યે મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાંથી કાર્યક્રમની શરૂઆત કરી, જેમાં 1500 થી વધુ સાઈકલચાલકો અને ફિટનેસ પ્રેમીઓ જોડાયા. આ વખતના સન્ડે ઓન સાઈકલનું વિશેષ આકર્ષણ ‘ગર્વથી સ્વદેશી’ વિષય હતો, જેમાં ભારતીય સ્પોર્ટ્સવેર અને ફિટનેસ બ્રાન્ડ્સે ભાગ લેનારાઓ માટે સ્વદેશી ઉત્પાદનો સાથે પોતાના સ્ટોલ લગાવ્યા.
ખેલ મંત્રી ડૉ. માંડવિયાએ કહ્યું કે. મને ‘સન્ડે ઓન સાઈકલ’ કાર્યક્રમમાં અમારા નાગરિકોની વધતી ભાગીદારી જોઈને આનંદ થયો છે. આ એક જન આંદોલન બની ગયું છે અને સક્રિય જીવનશૈલી અપનાવવાના વિષયમાં નોંધપાત્ર જાગૃતિ પેદા કરી છે. આજે મેં સાંસદો સાથે ‘ગર્વથી સ્વદેશી’ વિષય પર સાઈકલ ચલાવી। આ અવસરે હું તમામ નાગરિકોને ભારતમાં નિર્મિત ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.
ખેલ સામગ્રી પર તાજેતરમાં કરવામાં આવેલી જી.એસ.ટી. કાપ અંગે ડૉ. માંડવિયાએ કહ્યું કે, મોટાભાગની ક્રીડા સામગ્રી પર માલ અને સેવા કર (જી.એસ.ટી.) 12 ટકા પરથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે આ સામગ્રી નાગરિકો માટે કિફાયતી બની જશે અને તેમને ક્રીડા અને ફિટનેસ પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રીતે જોડાવા પ્રેરણા મળશે। માંગ વધતા ભારતીય ક્રીડા સામગ્રી નિર્માણ એકમોનું ઉત્પાદન પણ વધશે અને ક્રીડા પરિસ્થિતિ તંત્ર મજબૂત બનશે.
ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકે “સન્ડે ઓન સાઈકલ” અભિયાનમાં ભાગ લેતા જણાવ્યું કે, મને ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાઈકલ પહેલનો ભાગ બનતા આનંદ થયો છે. આજે, સરકાર દ્વારા દેશભરમાં 8000 થી વધુ સ્થળોએ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્રીડા પ્રધાન ડૉ. મનસુખ મંડાવિયાએ ડિસેમ્બર, 2024માં સન્ડે ઓન સાઈકલ પહેલની શરૂઆત કરી હતી. હજારો લોકો અને ખાસ કરીને અમારા સાંસદીય ક્ષેત્રના સભ્યો સાથે સાઈકલ ચલાવવાનો આ મારો પહેલો અનુભવ હતો. તેમણે તમામ લોકોને દરરોજ એક કલાક ફિટનેસ અને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે સમર્પિત કરવાની અપીલ કરી.
કાર્યક્રમમાં ભાગ લેનારા સાંસદોમાં કૃષિ રાજ્ય પ્રધાન ભાગીરથ ચૌધરી, રક્ષા રાજ્ય પ્રધાન સંજય સેઠ, નવીન જિંદલ, પુરુષોત્તમ રૂપાલા, પરભુભાઈ વસાવા, હેમંગ જોશી, સુભાષ બરાળા, ભોજરાજ નાગ અને અન્ય નેતાઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિરેન્દ્ર સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ