ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.)
ઉના દેલવાડા રોડ પર આવેલ શાહ એચ.ડી હાઈ સ્કુલના પાછળના ભાગે ચંદ્ર કિરણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ધામધુમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે સવાર સાંજ આરતી દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે
ઉના નગર પાલિકાના સદસ્ય અને ચંદ્ર કિરણ ગ્રુપ ના યુવાન તેમજ લોક ગાયક સ્વ.મણિરાજ બારોટના જમાઇ અલ્પેશ બાંભણિયા અને તેની ટીમ દ્વારા આ વર્ષે ધામ ધૂમથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે મહા આરતીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોક ગાયક રાજલ બારોટ,ઉના પી.આઇ.મહેન્દ્રસિંહ રાણા,અજય રાવલ,સમાજના આગેવાનો,રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો આરતીમાં જોડાયા હતા
આ ચંદ્ર કિરણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષના ઉત્સવને સફળ બનાવવા ગ્રુપ ના યુવાનો દ્વારા દિવસ રાત જહેમત ઉઠાવી હતી તેમજ ગણેશ ઉત્સવ દરમ્યાન મટકી ઉત્સવ,અન્નકૂટ, હવન,દાંડિયા રાસ,મહા આરતી સહિત ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ગણેશ વિસર્જન હોવાથી સાંજના સમયે ગણેશ વિસર્જનમાં લાઇનર સાઉન્ડ સાથે મ્યુઝિક ઓરકેસ્ટ્રાના સંગાથે રાજલ બારોટ,મમતા સોની,તેજલ ઠાકોર,દેવ પગલી સહિતના ગાયક કલાકારોના સ્વરમાં ભગવાન ગણેશજીના વિવિધ ભક્તિ ગીતો બોલી ઉનામા ધૂમ મચાવી અને મોડી સાંજના સમયે ઉના ના ત્રિકોણ બાદ થી શાહ એચડી હાઇસ્કુલ સુધી લાઈવ ડીજે સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ