21 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર, દેશના 75 શહેરોમાં 'નમો યુવા રન' ઝુંબેશ યોજાશે.
નવી દિલ્હી, ૦7 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર, ભાજપ યુવા મોરચા 21 સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યે ''નમો યુવા રન''નું આયોજન કરશે. દેશભરમાં 75 સ્થળોએ 10 લાખ યુવાનો આ દોડમાં ભાગ લેશે. સાંસદ તેજસ્
નમો


નવી દિલ્હી, ૦7 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા

જન્મદિવસ પર, ભાજપ યુવા મોરચા 21

સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યે 'નમો યુવા રન'નું આયોજન કરશે. દેશભરમાં 75 સ્થળોએ 10 લાખ યુવાનો આ દોડમાં

ભાગ લેશે. સાંસદ તેજસ્વી સૂર્યાએ પીએમ મોદીને સૌથી મોટા ફિટનેસ આઇકોન ગણાવ્યા.

અભિનેતા અને ફિટનેસ મોડેલ મિલિંદ સોમનને આ કાર્યક્રમના એમ્બેસેડર બનાવવામાં આવ્યા

છે.

સાંસદ તેજસ્વી સૂર્યા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ

રવિવારે ભાજપ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદમાં સંયુક્ત રીતે આ અભિયાનની જાહેરાત

કરી. આ પ્રસંગે, અભિનેતા અને

મોડેલ મિલિંદ સોમનને 'નમો યુવા રન'ના એમ્બેસેડર

જાહેર કરવામાં આવ્યા. કાર્યક્રમના લોન્ચ સમયે, તેજસ્વી સૂર્યા અને મિલિંદ સોમનએ પણ 'પુશ-અપ ચેલેન્જ'માં ભાગ લીધો

હતો.

માંડવિયાએ કહ્યું કે,” વડાપ્રધાન મોદીના 11 વર્ષના કાર્યકાળ

દરમિયાન કરવેરાના ભારણમાં સતત ઘટાડો થયો છે અને બજેટમાં સતત વધારો થયો છે. જનતા

પરનો ભાર ઓછો થયો છે અને વધુ લોકોએ કર ચૂકવણીમાં ભાગ લીધો છે.” તેમણે કહ્યું કે,”

આજે દેશનું બજેટ 51 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમણે લોકોને સ્વદેશી

સાથે જોડાવા અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે 'નમો યુવા રન'માં જોડાવા હાકલ કરી હતી.”

તેજસ્વી સૂર્યાએ કહ્યું કે,” આ અભિયાન યુવા શક્તિ દ્વારા

લોકોને જાગૃત કરવાનું કામ કરશે. દેશભરના યુવાનોને, નવા ભારતના નિર્માણમાં ભાગ

લેવાની તક મળશે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande