સાવકા પુત્ર દ્વારા માતા પર દુષ્કર્મ, રાપરથી શર્મસાર કરતો કિસ્સો
પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં માનવતા લજાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાવકા પુત્રએ પોતાની માતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે. મહિલાએ બુમાબુમ કરીને મદદની અપીલ કરી હતી, પરંતુ આજુબાજુ કોઈના ન રહેવાથી દુષ્કર્મ અટકાવી
સાવકા પુત્ર દ્વારા  માતા પર દુષ્કર્મ, રાપરથી શર્મસાર કરતો કિસ્સો


પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં માનવતા લજાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાવકા પુત્રએ પોતાની માતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે. મહિલાએ બુમાબુમ કરીને મદદની અપીલ કરી હતી, પરંતુ આજુબાજુ કોઈના ન રહેવાથી દુષ્કર્મ અટકાવી શકાઈ નહોતું. ઘટનાના બીજા દિવસે પીડિતાએ પિયર પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલા મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની છે, જેના બીજા લગ્ન રાપરના પરિણીત યુવક સાથે થયા હતા. પતિની પહેલી પત્નીથી ત્રણ પુત્રો છે અને પીડિતાને બે સંતાન છે. મહિલા પતિથી દૂર તેના બાળકો સાથે અલગ રહેતી હતી. પતિ સમયે સમયે મુલાકાત લેતો હતો.

ઘટના 3 સપ્ટેમ્બરના સાંજે બની હતી જ્યારે સાવકા પુત્ર જમવાનું માગવા મહિલાના ઘરે આવ્યો હતો. જમ્યા બાદ રાત્રે રોકાવાની વાત કરીને રહી ગયો. મહિલા જ્યારે બાજુના રૂમમાં પથારી ગોઠવી રહી હતી ત્યારે સાવકા પુત્રએ પાછળથી આવીને મહિલાની ઇચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. મહિલા બુમાબુમ કરતી રહી, છતાં કોઈ મદદ માટે પહોંચ્યું નહોતું.

દુર્ઘટનાથી ભયભીત મહિલા અને તેના સંતાનો બીજા દિવસે પિયર રાધનપુર પહોંચી ગયા હતા. તેમણે પરિવારને સમગ્ર ઘટનાની માહિતી આપી. બાદમાં મહિલા સહાયતા કેન્દ્રની કાર્યકરની મદદથી રાધનપુર પોલીસ સ્ટેશને ‘ઝીરો નંબર’થી ફરિયાદ દાખલ કરી, જેને તપાસ માટે રાપર પોલીસ સ્ટેશન મોકલવામાં આવી છે.

આ પહેલા પણ કચ્છના અંજાર તાલુકામાં આવી જ એક માનસિકતાને હેરાન કરતી ઘટના બની હતી જેમાં પુત્રે પોતાની જ વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું હતું. પાડોશીઓએ બુમ સાંભળીને દરવાજો ખોલતાં કંપાવી નાખે એવું દૃશ્ય જોયું હતું. મહિલા પરિવારની અન્ય સભ્યે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની હદપાર નિર્મમતા જોઈને પોલીસ પણ અચંબિત રહી ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande