
જમ્મુ, નવી દિલ્હી,11 જાન્યુઆરી
(હિ.સ.) કિશ્તવાડ જિલ્લામાં વીડીજીના ઘરે અકસ્માતે દુર્ઘટનાવશ રાઈફલ ચાલતા 16 વર્ષના છોકરાનું મોત થયું. આ ઘટના શનિવારે રાત્રે બની હતી.
વીડીજીપ્યારે લાલ, રાત્રે લગભગ 9:30 વાગ્યે મુઘલ મેદાનના લોઈ ધાર ગામમાં પોતાના
ઘરે પોતાની રાઈફલ સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે ગોળી વાગી હતી. અધિકારીઓએ
જણાવ્યું હતું કે,” ગોળી તેમના પુત્ર અનુજ કુમારને વાગી હતી, જેનું ઘટનાસ્થળે
જ મૃત્યુ થયું હતું.” તેમણે જણાવ્યું હતું કે,” પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી હતી અને 10મા ધોરણના
વિદ્યાર્થી કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચતરૂ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
હતો. ગોળીબારના સંજોગો નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.”
પોલીસે જણાવ્યું હતું કે,” ફોરેન્સિક તપાસ માટે હથિયાર જપ્ત
કરવામાં આવ્યું છે અને કુમારના પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિત / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ