જસ્ટિસ સુજય પોલે, કોલકતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ
જસ્ટિસ સુજય પોલે, કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા


કલકતા, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.): જસ્ટિસ સુજય પોલે, શુક્રવારે કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. તેઓ જૂન 2026 માં નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ અને ભારત સરકારના નોટિફિકેશનને પગલે, તેમને 16 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવતા કલકત્તા હાઈકોર્ટના 44મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ન્યાયાધીશો, વિવિધ ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશો, રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ સુજય પૌલને 18 જુલાઈ, 2025 ના રોજ કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 8 ઓક્ટોબર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો. અગાઉ, તેમણે તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ અને બાદમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.

જસ્ટિસ પોલે તેમના સંબોધનમાં તેમની કાનૂની સફરનું વર્ણન કર્યું અને ખાસ કરીને તેમની માતાના યોગદાનને યાદ કર્યું, જેમણે તેમના પિતાના મૃત્યુ પછી તેમને એકલા માતા તરીકે ઉછેર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમની કારકિર્દીના અંતમાં કલકત્તા હાઈકોર્ટમાં જોડાયા હોવા છતાં, તેઓ સંસ્થાની ગરિમા, પવિત્રતા અને કાર્યક્ષમતા જાળવવા માટે ખંતપૂર્વક પ્રયાસ કરવાનું ચાલુ રાખશે.

પોતાના ભાષણમાં નારદ સ્મૃતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, કોઈ પણ અદાલત એ ન્યાયાલય નથી, જ્યાં સુધી તેમાં વડીલો ન હોય; વડીલો એ વડીલો નથી જ્યાં સુધી તેઓ ધર્મનું પાલન-પોષણ ન કરે; ધર્મ એ ધર્મ નથી જ્યાં સુધી તે સત્યને પ્રોત્સાહન ન આપે; અને સત્ય એ સત્ય નથી જ્યાં સુધી તે અત્યાચારથી મુક્ત ન હોય.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande