અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ડી.ડી.ઓ.ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ડી.ડી.ઓ. ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ વિષયક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ, યોજનાઓની અમલવારી અને ખેડૂતો સુધી તેની અસરકારક પહ
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ડી.ડી.ઓ.ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ


અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ડી.ડી.ઓ. ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ વિષયક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ, યોજનાઓની અમલવારી અને ખેડૂતો સુધી તેની અસરકારક પહોંચ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જીવામૃત, ઘનજીવામૃત, દેશી બીજ ઉપયોગ, ગાય આધારિત ખેતી તથા જમીન આરોગ્ય સુધારવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે આવનારા સમયમાં યોજાનાર તાલીમ કાર્યક્રમો, પ્રેરણા પ્રવાસો અને માર્ગદર્શન શિબિરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડી.ડી.ઓ. અધિકારીઓને સૂચના આપી હતી કે પ્રાકૃતિક કૃષિ માત્ર યોજના પૂરતી ન રહી જાય, પરંતુ જમીન સ્તરે તેનું યોગ્ય અમલીકરણ થાય તે માટે સતત માર્ગદર્શન અને મોનિટરિંગ જરૂરી છે. તેમણે ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવક વધે તે દિશામાં વધુ કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંતે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande