આઈએસપીએલ માં પોતાની ટીમને સપોર્ટ કરવા અમિતાભ અને અભિષેક બચ્ચન સુરત પહોંચ્યા
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.)-સુરતનું લાલભાઈ સ્ટેડિયમ હાલ ટેનિસ બોલ ક્રિકેટના રોમાંચક મુકાબલાઓનું સાક્ષી બની રહ્યું છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના આ ક્રિકેટ મહોત્સવને વધુ આકર્ષક બનાવવા માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભ
અમિતાભ અને અભિષેક બચ્ચન સુરત પહોંચ્યા


સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.)-સુરતનું લાલભાઈ સ્ટેડિયમ હાલ ટેનિસ બોલ ક્રિકેટના રોમાંચક મુકાબલાઓનું સાક્ષી બની રહ્યું છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના આ ક્રિકેટ મહોત્સવને વધુ આકર્ષક બનાવવા માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન સુરત પહોંચ્યા હતા. બંનેનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ટીમને સપોર્ટ કરવા ખાસ સુરત આવ્યા

ISPLમાં અમિતાભ બચ્ચન ‘માઝી મુંબઈ’ ટીમના માલિક છે. પોતાની ટીમના ખેલાડીઓનું મનોબળ વધારવા અને મેચનો આનંદ માણવા માટે બિગ-બી ખાસ સમય કાઢીને સુરત આવ્યા હતા. તેમની સાથે અભિષેક બચ્ચન પણ જોડાતા સુરતના ખેલપ્રેમીઓ અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

અમિતાભ અને અભિષેક બચ્ચન સુરત આવવાના સમાચાર મળતા જ ડુમસ રોડ સ્થિત એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ફેન્સે પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા ઉત્સાહપૂર્વક ભીડ જમાવી હતી.

સ્ટેડિયમમાં વધ્યો ઉત્સાહ

ટેનિસ બોલ ક્રિકેટના આ મહાકુંભમાં બોલિવૂડ સ્ટાર્સની હાજરીને કારણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમિતાભ બચ્ચનની પ્રત્યક્ષ હાજરીમાં રમાનારી આજની મેચમાં ‘માજી મુંબઈ’ ટીમનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રોમાંચક બન્યું છે.

સુરત હવે માત્ર બિઝનેસ માટે નહીં, પરંતુ મોટા સ્પોર્ટ્સ અને બોલિવૂડ ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande