
મધેપુરા, નવી દિલ્હી, 17 જાન્યુઆરી (હિ.સ.): બિહારના માધેપુરા જિલ્લામાં મધેપુરા-વીરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 106) પર શનિવારે સવારે એક ઝડપી ટ્રક અને કાર વચ્ચે સામસામે ટક્કરમાં કારમાં સવાર ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા.
આ અકસ્માત સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પાવર ગ્રીડ ઓફિસ અને બીએન મંડલ યુનિવર્સિટી પાસે થયો હતો.
અહેવાલો અનુસાર, શનિવારે વહેલી સવારે ધુમ્મસ અને અંધારામાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલો એક અનિયંત્રિત ટ્રક કાર સાથે સામસામે અથડાયો હતો.
ટક્કર એટલી ગંભીર હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને કર ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, અને ચારેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે તેનાથી નજીકના લોકો ગભરાઈ ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / મોહમ્મદ અફઝલ હસન / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ