બેંગલુરુમાં 1,000 બેડની ચેરિટેબલ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન ₹4,000 કરોડનો ખર્ચ કરશે
બેંગલુરુ, નવી દિલ્હી, 17 જાન્યુઆરી (હિ.સ): કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ટૂંક સમયમાં 1,000 બેડની ચેરિટેબલ સુપર-સ્પેશિયાલિટી અને હ્યુમન મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹4,000 કરોડ થશે, જે અઝીમ પ્રેમજી ફાઉન
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા


બેંગલુરુ, નવી દિલ્હી, 17 જાન્યુઆરી (હિ.સ): કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ટૂંક સમયમાં 1,000 બેડની ચેરિટેબલ સુપર-સ્પેશિયાલિટી અને હ્યુમન મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹4,000 કરોડ થશે, જે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ, શનિવારે વિધાનસભાના બેન્ક્વેટ હોલમાં આ જાહેરાત કરી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના નિર્માણ અને સંચાલન માટે તબીબી શિક્ષણ વિભાગ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ, ફાઉન્ડેશન આગામી પાંચ વર્ષમાં 1,000 બેડની ચેરિટેબલ સુપર-સ્પેશિયાલિટી અને હ્યુમન મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલના નિર્માણ પર આશરે ₹4,000 કરોડ ખર્ચ કરશે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને ચેરિટેબલ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોના નિર્માણ માટે હજારો કરોડ રૂપિયાના આરોગ્યસંભાળ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે, બેંગલુરુમાં રાજીવ ગાંધી છાતી રોગ હોસ્પિટલ કેમ્પસમાં 99 વર્ષ માટે 10 એકર જમીન ભાડે આપવા સંમતિ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ ઉમદા પ્રયાસ માટે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની આભારી છે. તેને એક ઉમદા અને માનવતાવાદી પહેલ ગણાવતા, મુખ્યમંત્રીએ કહ્યું કે મફત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવી એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જેનો સામાન્ય જનતા, ખાસ કરીને જરૂરિયાતમંદોને ઘણો ફાયદો થશે.

આ પ્રસંગે, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અનુરાગ બેહારે જણાવ્યું હતું કે, સંસ્થા જાહેર આરોગ્ય પ્રણાલીઓમાં માને છે અને તેમને મજબૂત બનાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્યની શરૂઆત આશા કાર્યકરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી થાય છે. અમારું પ્રાથમિક લક્ષ્ય જનતાને બીમાર પડતા અટકાવવાનું હોવું જોઈએ.

કર્ણાટકને એક સક્રિય રાજ્ય ગણાવતા તેમણે કહ્યું કે, અહીંના અધિકારીઓ અને વહીવટીતંત્ર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સંકલનમાં કામ કરી રહ્યા છે, જે પ્રશંસનીય છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande