કરુણા અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા શાળામાં પતંગ દોરીનો નાશ
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) પાટણ તાલુકાની ચંદ્રુમાણા પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શનિવારે કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીનો જથ્થાબંધ નાશ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણ બાદ વિદ્યાર્થીઓએ ગામમાંથી રસ્તા પર રઝળતી દોરી એકત્ર કરી શાળામાં લાવી, જેથી પક્ષીઓ તે
કરુણા અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા શાળામાં પતંગ દોરીનો નાશ


કરુણા અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા શાળામાં પતંગ દોરીનો નાશ


પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) પાટણ તાલુકાની ચંદ્રુમાણા પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શનિવારે કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીનો જથ્થાબંધ નાશ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણ બાદ વિદ્યાર્થીઓએ ગામમાંથી રસ્તા પર રઝળતી દોરી એકત્ર કરી શાળામાં લાવી, જેથી પક્ષીઓ તેનો ભોગ ન બને.

શાળાના આચાર્ય ગણેશ ડોડીયાની સૂચનાથી વિદ્યાર્થીઓએ દોરીનો ઢગલો બનાવી તેને સળગાવી નાશ કર્યો હતો. સૌથી વધુ દોરી એકત્ર કરનાર ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આગળ પણ ગામમાં પડેલી દોરી નાશ કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સીઆરસી મૌલિક પટેલ, કુણઘેર કુમાર શાળાના આચાર્ય ચેતનસિંહ જાડેજા, ભલગામ પ્રાથમિક શાળાના આચાર્ય શંકર ચૌધરી તથા શિક્ષકો હિતેશ પ્રજાપતિ, શૈલેષ રાવળ, રાજુ વ્યાસ, કિર્તીભાઈ અને રજનીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande