સાવરકુંડલાના હાડીડા ગામે રૂ. 17.90 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે વધુ સુવ્યવસ્થિત સુવિધાઓ
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ગ્રામ્ય વિકાસને વેગ આપતા મહત્વના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. 17.90 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા ગ્રામ સચીવાલયનું લોકાર્પણ સાથે સાથે ગામના નવા કોમ્યુનિટી હોલ તેમજ પ્રાથમ
હાડીડા ગામે રૂ. 17.90 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે વધુ સુવ્યવસ્થિત સુવિધાઓ


અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ગ્રામ્ય વિકાસને વેગ આપતા મહત્વના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. 17.90 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા ગ્રામ સચીવાલયનું લોકાર્પણ સાથે સાથે ગામના નવા કોમ્યુનિટી હોલ તેમજ પ્રાથમિક શાળામાં બનાવાયેલા નવા મધ્યાહ્ન ભોજન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવું ગ્રામ સચીવાલય શરૂ થવાથી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ, દસ્તાવેજી કામગીરી અને વહીવટી સેવાઓ માટે હવે વધુ સુવ્યવસ્થિત અને સરળ સુવિધા મળશે. અગાઉ ગ્રામજનોને નાની કામગીરી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે. નવા કોમ્યુનિટી હોલથી ગામમાં સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે યોગ્ય મંચ ઉપલબ્ધ થશે, જ્યારે પ્રાથમિક શાળામાં બનેલા મધ્યાહ્ન ભોજન શેડથી બાળકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ભોજન મળી રહેશે.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનો દ્વારા આ વિકાસકાર્યો બદલ સંતોષ અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande