પાડલા ગામેથી મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો એક બોગસ ડોક્ટર ઝડપાયો
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) પાટણ એસ.ઓ.જી. ટીમે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલા ગામેથી મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત રૂ. 3269.05નો મુદ્દામાલ જપ
પાડલા ગામેથી મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો એક બોગસ ડોક્ટર ઝડપાયો


પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) પાટણ એસ.ઓ.જી. ટીમે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલા ગામેથી મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત રૂ. 3269.05નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના મળતાં, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાડલા ગામની નાકાશેરી વિસ્તારમાં તપાસ કરતાં નઝીરભાઈ કાલુમિયાં મલેક કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર દર્દીઓની તપાસ કરી દવાઓ તથા ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.–2023ની કલમ 319(2) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande