
સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) શેઢાયા ગ્રામ પંચાયત વતી કોડિનાર તાલુકાના લોકનાયક નેતા તથા પૂર્વ સાંસદ દિનુ સોલંકી, કોડિનાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા, કોડિનાર ભાજપ પરિવાર તેમજ ગુજરાત સરકારના એસ.ટી. વિભાગના કોડિનાર એસ.ટી. મેનેજર ગોંડલિયા નો શેઢાયા ગામ વતી દિલથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. લાંબા સમયથી ચાલતી માંગણી મુજબ કોડિનારગઢડા વાયા રોણાજ, છાછર, જગતીયા, શેઢાયા, અરઠિયા, હરમડીયા રૂટની એસ.ટી. બસ સેવા આજ રોજ શરૂ કરવામાં આવી, જે શેઢાયા સહિત આસપાસના તમામ ગામો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ નવી બસ સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ
સંગઠન પ્રમુખ જીતુ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજય પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ જીતુ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિશાલ ગાધે, તાલુકા પંચાયત ન્યાય સમિતિના સભ્ય રાજેશ વાઢેર, સરપંચ સંઘ પ્રમુખ કનુ લાખણોત્રા, ફાસરિયા ગામના સરપંચ જયેશ બારડ, છાછર ગામના સરપંચ હરિ, જગતીયા ગામના સરપંચ વિપુલ મકવાણા, અરઠિયા ગામના ઉપસરપંચ રવિ કછોટ, શેઢાયા ગામના ઉપસરપંચ અબ્દુલ રાઠોડ તેમજ શેઢાયા ગ્રામ પંચાયતના સભ્ય પ્રવિણ લાખણોત્રા ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ