ગીર સોમનાથના તાલાલામાં મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી સાધુ સમાજના રવિવારે સમૂહલગ્ન
ગીર સોમનાથ, 17 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા ગીરમાં મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી(બા.વૈ)યુવા સાધુ સમાજનો સમૂહ લગ્નોત્સવ તા.૧૮ને રવિવારે શ્રીબાઈ માતાજીના આશ્રમમાં સમાજના પ્રમુખ અનીલભાઈ ગોંડલીયાના અધ્યક્ષ સ્થાને ધામધુમથી યોજાશે.આ સમુહલગ્નોત્સવમાં પાંચ નવદંપતિ
ગીર સોમનાથના તાલાલામાં મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી સાધુ સમાજના રવિવારે સમૂહલગ્ન


ગીર સોમનાથ, 17 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા ગીરમાં મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી(બા.વૈ)યુવા સાધુ સમાજનો સમૂહ લગ્નોત્સવ તા.૧૮ને રવિવારે શ્રીબાઈ માતાજીના આશ્રમમાં સમાજના પ્રમુખ અનીલભાઈ ગોંડલીયાના અધ્યક્ષ સ્થાને ધામધુમથી યોજાશે.આ સમુહલગ્નોત્સવમાં પાંચ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી જીવનપંથ ની શરૂઆત કરશે.

સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરીઓને વિવિધ દાતાઓ તરફથી ઘર વપરાશ ઉપયોગી ૮૦ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.નવદંપતિઓને સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંગભાઈ પરમાર સહિત સાધુ,સંતો-મહંતો ઉપરાંત સમાજના વરિષ્ઠ અગ્રણીઓ શુભ આશિષ આપવા ઉપસ્થિત રહેશે. સમાજનો ગૌરવવંતો સામાજીક પ્રસંગ સફ્ળતાપૂર્વક દિપી ઉઠે માટે મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી યુવા સાધુ સમાજના યુવક મંડળ આગોતરા આયોજન સાથે જબરી જહેમત ઉઠાવી રહ્યું છે.

દાતાઓ તરફ્થી આવેલ ૮૦ વસ્તુઓ દિકરીઓને કરિયાવરમાં અપાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande