
સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ ના બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન તેમજ વિવિધ સ્લમ વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં ઠરતા ગરીબ અનાર્થ નિરાધાર લોકોને વિનામૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરી અગિયાર વર્ષથી સેવાકીય કાર્ય કરતી એકમાત્ર સંસ્થા સ્વ મોહન કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી સ્વ ભાનુબા મોહનભાઈ કુહાડા ના સ્મરણાર્થે મોટા પુત્ર અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ સેલના પ્રમુખ કિશોર કુહાડા તેમજ નાનાભાઈ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા એ કડકડતી કાતીલ ઠંડીમાં ગરિબ નિરાધાર લોકોના વારે આવી ગરમ ધાબળા, કમ્બલ અને મિષ્ટાન માં, મમરાના લાડુ ચીકી, દાળીયા પાણીનું બોટલોનુ વિનામૂલ્યે માટલાનુ ! તમામ કિટોનુ વિતરણ કરી માનવ સેવા એજ પ્રભુ સેવા નું ઉતમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ