ધારી તાલુકાના ઝર ગામમાં રૂ. 2.5 કરોડના વિકાસ કામોનું ભવ્ય લોકાર્પણ
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : ધારી તાલુકાના નાના પરંતુ વિકાસની દિશામાં ઝડપી પ્રગતિ કરતા ઝર ગામમાં સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અને ગ્રાન્ટોના સહયોગથી અંદાજે અઢી કરોડ રૂપિયાના ગુણવત્તાયુક્ત વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમન
ઝર ગામમાં અઢી કરોડના વિકાસ કામોનું ભવ્ય લોકાર્પણ


અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : ધારી તાલુકાના નાના પરંતુ વિકાસની દિશામાં ઝડપી પ્રગતિ કરતા ઝર ગામમાં સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અને ગ્રાન્ટોના સહયોગથી અંદાજે અઢી કરોડ રૂપિયાના ગુણવત્તાયુક્ત વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમને લઈને ઝર ગામના ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

ઝર ગામના શિક્ષિત, લોકસાહિત્યકાર, બાહોશ અને નીડર સરપંચ દિલાવરભાઈ લલીયાની સતત રજૂઆતો, અથાગ મહેનત તથા ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની સર્વ શિક્ષા અભિયાન સહિતની વિવિધ યોજનાઓમાંથી આ વિકાસ કામો સાકાર બન્યા છે. રસ્તા, શૈક્ષણિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને ગ્રામ વિકાસ સંબંધિત અનેક કામોનો સમાવેશ થાય છે.

લોકાર્પણ કાર્યક્રમમાં અંશાવતાર દાન મહારાજની જગ્યા ના લઘુમહંત મહાવીર બાપુ, જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જગદીશ કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે ઝર ગામનો વિકાસ સમગ્ર ધારી તાલુકા માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. ગ્રામજનો દ્વારા તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande