અમરેલીના જાબુડા–હાડીડા માર્ગના રૂ.1.22 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : ગ્રામ્ય માર્ગ સુવિધાને વધુ મજબૂત અને સુચારુ બનાવવાના હેતુથી આજરોજ જાંબુડા–હાડીડા માર્ગ પર કરવામાં આવેલા વિકાસકાર્યોનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્ય હેઠળ C.C રોડ, નાળાનું નિર્માણ તેમજ ડામર રોડનુ
Inauguration of development works worth Rs. 1.22 crore on Jambuda-Hadida road


અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : ગ્રામ્ય માર્ગ સુવિધાને વધુ મજબૂત અને સુચારુ બનાવવાના હેતુથી આજરોજ જાંબુડા–હાડીડા માર્ગ પર કરવામાં આવેલા વિકાસકાર્યોનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્ય હેઠળ C.C રોડ, નાળાનું નિર્માણ તેમજ ડામર રોડનું કામ રૂ. 1.22 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારના ગ્રામજનોને વાહન વ્યવહાર અને રોજિંદી અવરજવર માટે મોટી રાહત મળશે.

લોકાર્પણ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મજબૂત અને ટકાઉ માર્ગો અત્યંત જરૂરી છે. જાંબુડા–હાડીડા માર્ગના વિકાસથી ખેતી ઉત્પાદનના પરિવહન, શિક્ષણ, આરોગ્ય તેમજ વેપાર-ધંધાની પ્રવૃત્તિઓને વેગ મળશે.

સ્થાનિક ગ્રામજનો દ્વારા લાંબા સમયથી આ માર્ગની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે પૂર્ણ થતાં લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ માર્ગ વિકાસ કાર્યથી વિસ્તારમાં વિકાસની નવી દિશા ખુલશે અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande