કેન્દ્રીય મંત્રી ગડકરી, આજે મધ્યપ્રદેશમાં ₹4,400 કરોડથી વધુના આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
ભોપાલ, નવી દિલ્હી, 17 જાન્યુઆરી (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી, શનિવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ ₹4,400 કરોડથી વધુના આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી ગડકરી, શનિવારે મધ્યપ્ર
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી


ભોપાલ, નવી દિલ્હી, 17 જાન્યુઆરી (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી, શનિવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ ₹4,400 કરોડથી વધુના આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય મંત્રી ગડકરી, શનિવારે મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન વિદિશા જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ આ કાર્યક્રમોમાં હાજર રહેશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ કેન્દ્રીય મંત્રી ગડકરી, આજે બપોરે 12 વાગ્યે વિમાન દ્વારા ભોપાલ એરપોર્ટ પહોંચશે, 12:05 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રવાના થશે અને 12:30 વાગ્યે વિદિશા સ્પોર્ટ્સ સ્ટેડિયમ હેલિપેડ પર પહોંચ્યા પછી, તેઓ રોડ શોમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વિદિશાના જૂના કૃષિ ઉત્પાદન બજાર ખાતે આયોજિત માર્ગ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહ અને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. સમારોહ પછી, કેન્દ્રીય મંત્રી બપોરે 3:30 વાગ્યે વિદિશા સ્પોર્ટ્સ સ્ટેડિયમથી હેલિકોપ્ટર દ્વારા ભોપાલ એરપોર્ટ માટે રવાના થશે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી ગડકરી વિદિશા કાર્યક્રમમાં ₹4,400 કરોડથી વધુના ખર્ચે આઠ પ્રસ્તાવિત અને નિર્માણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આશરે 181 કિલોમીટર સુધી ફેલાયેલા આ પ્રોજેક્ટ્સ મધ્ય ભારત અને બુંદેલખંડ ક્ષેત્રમાં રોડ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રોડ સલામતીને પ્રોત્સાહન આપવા અને કુશળ અને પ્રશિક્ષિત ડ્રાઇવરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમમાં ત્રણ આધુનિક ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્ર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. વિદિશા અને સાગર જિલ્લામાં પ્રસ્તાવિત આ ત્રણ ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો આધુનિક તાલીમ સુવિધાઓથી સજ્જ હશે. આ કેન્દ્રો માર્ગ અકસ્માતો ઘટાડવા, સલામત ડ્રાઇવિંગ વર્તન વિકસાવવા અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સ: 1. રતાપાણી વન્યજીવન અભયારણ્ય વિસ્તાર, અબ્દુલ્લાગંજ-ઇટારસી વિભાગનું 4-લેન પહોળું કરવું - લંબાઈ: 12 કિમી - ખર્ચ: ₹418 કરોડ. 2. દેહગાંવ-બામહોરી રોડનું બાંધકામ. લંબાઈ: 27 કિમી, ખર્ચ: ₹60 કરોડ.

શિલાન્યાસ થનારા પ્રોજેક્ટ્સ

1. ભોપાલ-વિદિશા વિભાગનું 4-લેન પહોળુંકરણ. લંબાઈ: 42 કિમી, ખર્ચ: ₹1041 કરોડ. 2. વિદિશા-ગ્યારસપુર વિભાગનું 4-લેન પહોળુંકરણ, લંબાઈ: 29 કિમી, ખર્ચ: ₹543 કરોડ. 3. ગ્યારસપુર-રાહતગઢ વિભાગનું 4-લેન પહોળુંકરણ, લંબાઈ: 36 કિમી, ખર્ચ: ₹903 કરોડ. 4. રાહતગઢ-બેરખેડી વિભાગનું 4-લેન પહોળુંકરણ, લંબાઈ: 10 કિમી, ખર્ચ: ₹731 કરોડ. 5. સાગર વેસ્ટર્ન બાયપાસ (ગ્રીનફિલ્ડ)નું 4-લેન બાંધકામ, લંબાઈ 20.2 કિમી, ખર્ચ ₹688 કરોડ. 6. ભોપાલ-બિયાઓરા સેક્શન પર 5 કિમી લંબાઈના પાંચ અંડરપાસનો ખર્ચ ₹122 કરોડ

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande