કચ્છના સરહદી વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો
ભુજ, 17 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતમાં અવારનવાર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. કચ્છ હંમેશા ભૂકંપના ‘ઝોન-5’ માં આવતું હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રૂજતા લોકોમાં ફાળ પ
કચ્છના સરહદી વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો 4.1ની તીવ્રતાનો   જોરદાર આંચકો


ભુજ, 17 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતમાં અવારનવાર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. કચ્છ હંમેશા ભૂકંપના ‘ઝોન-5’ માં આવતું હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રૂજતા લોકોમાં ફાળ પડી છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં આ સતત બીજો દિવસ છે જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હોય. ગઈકાલે પણ કચ્છના ભચાઉ અને રાપર પંથકમાં ધરા ધ્રૂજી હતી.

ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના સરહદી વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ છે, જેના કારણે સરહદી ગામડાઓમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ ભૂકંપનો આંચકો મોડી રાત્રે 1:22 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી અંદાજે 55 કિલોમીટર દૂર ભારત-પાક બોર્ડર નજીક નોંધાયું હતું. 4.1ની તીવ્રતાનો આંચકો હોવાથી ખાવડા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં તેની સીધી અસર વર્તાઈ હતી.

ગઈકાલે પણ કચ્છના ભચાઉ અને રાપર પંથકમાં ધરા ધ્રૂજી હતી. રાપરમાં રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જ્યારે ભચાઉમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. જોકે, ગઈકાલની સરખામણીએ આજે રાત્રે આવેલો 4.1ની તીવ્રતાનો આંચકો ઘણો શક્તિશાળી હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande