જામનગર જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો : ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો જોડાઈ
જામનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલમાં ઈન્દુભાઈ રાવલ ટ્રસ્ટના સહયોગથી ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને એફપ્રો બીસીઆઈ પ્રોજેકટ દ્વારા ધ્રોલ વિસ્ત
અંધશ્રદ્ધા નિમુલ કાર્યક્રમ યોજાયો


જામનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલમાં ઈન્દુભાઈ રાવલ ટ્રસ્ટના સહયોગથી ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને એફપ્રો બીસીઆઈ પ્રોજેકટ દ્વારા ધ્રોલ વિસ્તારની આજુબાજુના પાંચ ગામોની 160 મહિલા બહેનો માટે અંદ્ધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમનું આયોજન ધ્રોળના પટેલ સમાજમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રના ડો સંજય પંડ્યાએ શ્રદ્ધા અને અંધશ્રધા અંગેનો ભેદ સમજાવ્યો હતો, સાથે કંકુ પગલા, નાળીયેરમાંથી ચૂંદડી ચોખા, કંકુ તિલક વગેરે પ્રયોગો અને તેનું વિજ્ઞાન સમજાવ્યું હતું.

સાથે સાથે પ્રોજેક્ટ મેનેજર બંસલ દ્વારા ક્લાયમેટ ચેન્જ, જેન્ડર લીડ હિરલબેન દ્વારા મહિલા ના અધિકારો વિશે તેમજ આરસેટી, મિશન મંગલમ અને આત્મા ધ્રોલ દ્વારા ની એસ.એચ.જી. રચના અને તેના દ્વારા બહેનોની આજીવિકા માં વધારો થાય, અને રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પીયુ મેનેજર પ્રવીણભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને એફ એફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande