રાજ્યપાલની મુલાકાત અન્વયે સ્થળ નીરિક્ષણ કરતા જિલ્લા કલેક્ટર, ઉમરેઠી ખાતે સભાસ્થળ અને પ્રાથમિક શાળામાં વ્યવસ્થાઓનું નીરિક્ષણ કર્યું
ગીર સોમનાથ 18 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૨૦ અને તા.૨૧ જાન્યુઆરીના રોજ સોમનાથની બે દિવસિય મુલાકાતે પધારી રહ્યાં છે. રાજ્યપાલની ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત અન્વયે આજે સાંજે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, ઉમરેઠી ખાતે રાજ્યપા
રાજ્યપાલની મુલાકાત અન્વયે સ્થળ નીરિક્ષણ


ગીર સોમનાથ 18 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૨૦ અને તા.૨૧ જાન્યુઆરીના રોજ સોમનાથની બે દિવસિય મુલાકાતે પધારી રહ્યાં છે. રાજ્યપાલની ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત અન્વયે આજે સાંજે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, ઉમરેઠી ખાતે રાજ્યપાલના વિવિધ કાર્યક્રમ સંદર્ભે સ્થળ નીરિક્ષણ કરી અને આયોજનની સમીક્ષા કરી હતી.

કલેક્ટરે ઉમરેઠી પ્રાથમિક શાળા અને ઉમરેઠી આહીર સમાજની વાડી, મોડલ ફાર્મ, વૃક્ષારોપણ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.

સભાસ્થળ સહિતના સ્થળોની મુલાકાત લઈ અને રાજ્યપાલના તમામ કાર્યક્રમોનું સુચારૂ આયોજન થાય એ માટે વિવિધ મુદ્દાઓ પર સૂચન કરી કલેકટરએ સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

કલેક્ટરની આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર અને ખેતીવાડી, બાગાયત, માર્ગ અને મકાન સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.

ઉલ્લેખનીય છેકે, તા.૨૦ના રોજ રાજ્યપાલ વેરાવળ ખાતે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે તેમજ તા.૨૧ના રોજ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંબોધવા સાથે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી બનશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande