
મુંબઈ, નવી દિલ્હી,20 જાન્યુઆરી
(હિ.સ.) અભિનેતા અક્ષય કુમારના સુરક્ષા કાફલાની એક કારનો રોડ અકસ્માત થયો. અક્ષય
કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે જુહુમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન
એક ઓટો-રિક્ષા સાથે અથડાયું, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ
નથી.
અહેવાલ છે કે, એક ઝડપથી આવતી મર્સિડીઝ કાર એક ઓટો-રિક્ષા
સાથે અથડાઈ, જેના કારણે,
ઓટો-રિક્ષા તેનું સંતુલન ગુમાવી બેઠી અને અક્ષય કુમારની સુરક્ષા એસયુવી સાથે
અથડાઈ. આ અકસ્માત જુહુમાં સિલ્વર બીચ કાફે પાસે થયો.જેના કારણે થોડા
સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો.
અકસ્માત પછી તરત જ, અક્ષય કુમાર પોતે કારમાંથી બહાર નીકળી અને ઘાયલોની મદદ માટે
આગળ આવ્યા. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર
/ લોકેશ ચંદ્ર દુબે / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ