કેન્દ્ર સરકાર બુધવારે, મત્સ્યઉદ્યોગ ગોલમેજીનું આયોજન કરશે
મત્સ્ય
મત્સ્ય


નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.) ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વૈશ્વિક

બનાવવાના ઉદ્દેશ્યથી, કેન્દ્ર સરકાર

બુધવારે નવી દિલ્હીમાં, ઉચ્ચ સ્તરીય 'મત્સ્યઉદ્યોગ ગોલમેજી 2026'નું આયોજન કરશે. મંગળવારે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી

મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સીફૂડ નિકાસને

પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય બજાર જોડાણોને મજબૂત

બનાવવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય માત્ર વેપાર વધારવાનો જ નહીં પરંતુ ટકાઉ અને

પારદર્શક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો પણ છે.”

હાલમાં, ભારત માછલી ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે અને દરિયાઈ

ઉત્પાદનોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર છે. પરિષદમાં રજૂ થનારા મુખ્ય આંકડા આ

ક્ષેત્રની મજબૂતાઈ દર્શાવે છે. 2024-25માં,

સીફૂડ નિકાસ 16.98 લાખ મેટ્રિક ટન

સુધી પહોંચી, જેનું મૂલ્ય ₹62,408 કરોડ છે, જે ભારતના કુલ

કૃષિ નિકાસમાં આશરે 18 ટકા ફાળો આપે

છે.

આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી

મંત્રી રાજીવ રંજન સિંહ, જેમને લલ્લન સિંહ

તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓકરશે. આ

કાર્યક્રમમાં લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન, પંચાયતી રાજ

રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલ અને વિદેશ મંત્રાલય, મત્સ્યઉદ્યોગ

વિભાગ, મરીન પ્રોડક્ટ્સ

એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ, વાણિજ્ય વિભાગ, ડિરેક્ટોરેટ જનરલ

ઓફ ફોરેન ટ્રેડ, ફૂડ પ્રોસેસિંગ

ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એજન્સી

ફ્રાન્સેઈઝ ડી ડેવલપમેન્ટ,

ડોઇશ ગેસેલશાફ્ટ

ફ્યુર ઇન્ટરનેશનલ ઝુસામેનર્બીટ, બે ઓફ બંગાળ પ્રોગ્રામ, એશિયન ડેવલપમેન્ટ બેંક અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચરલ

ડેવલપમેન્ટ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા

અને ઓશનિયા સહિત 83 ભાગ લેનારા

દેશોના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો પણ ભાગ લેશે.

વિવિધ દેશો સાથે ચર્ચાના મુખ્ય વિષયોમાં બજાર વૈવિધ્યકરણ, તકનીકી નવીનતા, નિયમનકારી સહયોગ

અને રોકાણ અને માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. ચર્ચાઓ આબોહવા અને બજાર જોખમો

પ્રત્યે સીફૂડ મૂલ્ય શૃંખલાઓની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા પર પણ ધ્યાન

કેન્દ્રિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande