કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવનો, કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ
અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ
અધિકારી


બેંગલુરુ,નવી દિલ્હી, 20 જાન્યુઆરી

(હિ.સ.) કર્ણાટક સરકારે રાજ્ય નાગરિક અધિકાર અમલીકરણ નિયામકમંડળના ડીજીપી રામચંદ્ર

રાવનો, એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, તેમને સસ્પેન્ડ

કર્યા છે. સરકારે વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે. રાવ ગઈકાલે, 10 દિવસની રજા પર

ગયા હતા.

વીડિયોમાં, તેઓ એક મહિલા સાથે કથિત રીતે અપમાનજનક સ્થિતિમાં જોવા મળે

છે. આ પહેલા, ગૃહ વિભાગે

દુબઈથી ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ, કરાયેલી અભિનેત્રી રાન્યા

રાવના સાવકા પિતા રામચંદ્ર રાવને પૂરા પાડવામાં આવેલા એરપોર્ટ પ્રોટોકોલમાં, રાવની

ભૂમિકાની તપાસનો આદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande