
નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક
પ્રેરણાદાયી સંસ્કૃત શ્લોક શેર કર્યો, જેમાં જીવનના મર્યાદિત સમયગાળા, જ્ઞાનની વિશાળતા
અને અસંખ્ય અવરોધો વચ્ચે, સાર સમજવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ એક્સ-પોસ્ટમાં શ્લોક શેર કર્યો,
અનંતશાસ્ત્રમ
બહુલાશ્ચ વિદ્યાહ અલ્પશ્ચ કાલો, બહુવિઘ્નતા ચ।
યત્સારભૂતં તદુપાસનિયં
હંસો યથા ક્ષીરમિવામ્બુમધ્યાત્||
આ શ્લોકનો અર્થ એ છે કે, શાસ્ત્રો અનંત છે, જ્ઞાન પુષ્કળ છે, પરંતુ સમય
મર્યાદિત છે, અને અવરોધો
અસંખ્ય છે. તેથી, ફક્ત તે જ
વસ્તુનું સેવન કરવું જોઈએ જે જરૂરી છે, અથવા સૌથી મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, જેમ હંસ
પાણીમાંથી ફક્ત દૂધ કાઢે છે અને બાકી છોડી દે છે.
વડાપ્રધાન મોદીનો આ સંદેશ, ફક્ત વિદ્યાર્થીઓ અને યુવાનો
માટે જ નહીં, પરંતુ સમાજના
દરેક વર્ગ માટે પ્રેરણાદાયક માનવામાં આવી રહ્યો છે. આ શ્લોક આપણને આધુનિક જીવનની
દોડધામમાં, યોગ્ય નિર્ણયો લેવાનું, આપણા જ્ઞાનને ઉપયોગી દિશામાં વાળવાનું અને બિનજરૂરી
વિક્ષેપો ટાળવાનું શીખવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ