નીતિન નવીન ભાજપ મુખ્યાલય પહોંચ્યા, આજે કાર્યભાર સંભાળશે.પ્રધાનમંત્રી સમારોહમાં હાજરી આપશે
કાર્યભાર સંભાળશે
બીજેપી


નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને આજે નવા

રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાના છે. નીતિન નવીનના નામની ઔપચારિક જાહેરાત બપોરે 1:30 વાગ્યા સુધીમાં

કરવામાં આવશે. સવારથી જ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત નેતાઓ ભાજપ મુખ્યાલય પહોંચી

ચૂક્યા છે. પ્રમુખ જેપી નડ્ડા, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ અને મોહન યાદવ સહિત અનેક નેતાઓ પાર્ટી

મુખ્યાલય પહોંચી ચૂક્યા છે. નીતિન નવીન મુખ્યાલયમાં હાજર છે. સમારોહમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

નીતિન નવીન સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે બિનહરીફ

ચૂંટાયા હતા. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી. નામાંકન

પ્રક્રિયા દરમિયાન, પ્રધાનમંત્રી

મોદી, ગૃહમંત્રી અમિત

શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત 37 વરિષ્ઠ નેતાઓએ તેમના સમર્થનમાં દરખાસ્તો રજૂ કરી હતી.

નીતિન નવીન બિહારના ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેમણે

બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ઘણી વખત ધારાસભ્ય તરીકે સેવા આપી છે. સંગઠનાત્મક

અને સરકારી બંને સ્તરે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને, પક્ષના નેતૃત્વએ

તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. એવું માનવામાં આવે છે કે, તેમના નેતૃત્વમાં

ભાજપ સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી વિધાનસભા ચૂંટણીઓ અને ભાવિ રાષ્ટ્રીય રાજકારણ

માટે રણનીતિઓ ઘડવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande