ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક પરિવારના, પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા, જેમના માથા પર ગોળીઓના નિશાન હતા.
હત્યાઓ...
યુપી


સહારનપુર (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી,20 જાન્યુઆરી

(હિ.સ.) સહારનપુરના એક રૂમમાંથી એક પરિવારના પાંચ સભ્યોના, મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોમાં અમીન, તેની પત્ની, માતા અને બે

પુત્રોનો સમાવેશ થાય છે. પાંચેયના કપાળ પર ગોળીઓ વાગેલી હતી. અમીન અને તેની પત્ની ફર્શ

પર મળી આવ્યા હતા, જ્યારે તેની માતા

અને બે બાળકો, પલંગ પર મળી આવ્યા હતા. બાજુમાં ત્રણ તમંચા મળી આવ્યા હતા. માહિતી

મળતાં, પોલીસ અને

ફોરેન્સિક ટીમો પહોંચી અને તપાસ કરી. ઘર સીલ કરવામાં આવ્યું છે. બધા મોબાઇલ ફોન

જપ્ત કરવામાં આવ્યા છે.

થાણા પ્રભારી એ જણાવ્યું હતું કે,” મૃતકોની ઓળખ અમીન અશોક

(40), તેની પત્ની

અંજીતા (37), તેની માતા

વિદ્યાવતી (70) અને તેમના બે

પુત્રો, કાર્તિક (16) અને દેવ (13) તરીકે થઈ છે.

પિતાના મૃત્યુ પછી, અશોકે મૃતકના આશ્રિત તરીકે નોકરી સ્વીકારી હતી. તે નકુડ

તહસીલમાં અમીન હતો. પુત્ર દેવ શહેરની એમટીએસપબ્લિક સ્કૂલમાં

નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.જ્યારે કાર્તિક નકુડમાં ઇન્ટર-કોલેજમાં દસમા ધોરણમાં અભ્યાસ

કરતો હતો. પડોશીઓ કહે છે કે, પરિવાર શાંતિપ્રિય હતો અને તેનો કોઈ સાથે કોઈ વિવાદ

નહોતો.”

વરિષ્ઠ પોલીસ અધિક્ષક આશિષ તિવારીએ જણાવ્યું હતું કે,”

મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા હતા. રૂમમાંથી ત્રણ તમંચા પણ મળી આવ્યા હતા. પોલીસને

શંકા છે કે, અમીને પહેલા તેની માતા, પત્ની અને બે પુત્રોને ગોળી મારી હતી અને પછી પોતાને ગોળી

મારી હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, શું દેવું, નોકરી સંબંધિત

તણાવ, ઘરેલું વિવાદો

અથવા માનસિક તણાવ અમીનના આત્યંતિક કૃત્યોનું કારણ બની શકે છે.”

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે,” શું પરિવારમાં ઝઘડો થયો

હતો અને કોઈએ ગુસ્સામાં ગોળીબાર કર્યો હતો.” તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે,” શું

કોઈ બહારના વ્યક્તિએ, ઘરમાં ઘૂસીને બધાને મારી નાખ્યા હતા.” તેઓ તપાસ કરી રહ્યા છે

કે,” શું પરિવારનો કોઈ વિવાદ, નાણાકીય વ્યવહાર કે કોઈની સાથે દુશ્મનાવટ હતી. નજીકના

વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પડોશીઓની

પૂછપરછ કરવામાં આવી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / મોહન ત્યાગી / દીપક / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande